ચૂંટણીની તારીખને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-01 14:56:35

મોરબીમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. નદી પર બનેલો બ્રિજ અચાનક તૂટી પડતાં બ્રિજ પર ઉભેલા લોકો નદીમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબીમાં થયેલી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે સાથે ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવામાં આવે તેવું નિવેદન આપ્યું છે.

ગુજરાત સરકાર તાત્કાલિક રાજીનામું આપે - અરવિંદ કેજરીવાલ 

મોરબીની દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું. ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરૂ છું. તેવામાં આ પુલ ધરાશાયી થયો એની વાત કરીએ તો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવા તરફના સંકેત મળી રહ્યા છે. વળી આ દુર્ઘટનામાં રિપોટ આધારે 150થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે ફરજ પર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ.

Image

બ્રિજનું કામ કરનાર કંપની પર કેજરીવાલે કર્યા પ્રહાર

કેજરીવાલે આ બ્રિજનું સમારકામ કરનાર કંપનીના માલિક પર પણ નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યું કે આ કંપની પાસે બ્રિજ કેવી રીતે બનાવાનો અથવા મેઈનટેનન્સ કરવું એનો અનુભવ જ ન હતો, પછી આ જવાબદારી કેમ સોંપવામાં આવીએ મોટો પ્રશ્ન છે. તેવામાં કંપનીના માલિકને પાર્ટી અથવા કોઈ નેતા સાથે અંગત સારા સંબંધો હોઈ શકે છે. આના કારણે તેમને કોન્ટ્રાક્ટ મળ્યો હોઈ શકે છે.              




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?