ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે જંગ જામવાનો છે. ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપના ત્રણ ઉમેદવારો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા માટે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ ત્રણ ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.
અરવિંદ કેજરીવાલે લખીને આપ્યું
ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયાને લઈ દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે આ ત્રણેય ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.
भारत में मुद्दों की राजनीति का इतिहास लिखनेवाले श्री @ArvindKejriwal जी ने लिख दिया है। जय हिन्द। pic.twitter.com/lwW9rAYbpM
— Gopal Italia (@Gopal_Italia) November 28, 2022