કેજરીવાલએ સ્વીકાર્યું કે ચૂંટણી લડવા પૈસાજ નથી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 19:51:28


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો દિવસ રાત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે  આ દરમિયાન ગુજરાતના પ્રવાસે અરવિંદ કેજરીવાલ છે. આમ આદમી પાર્ટી  તીરંગા યાત્રા, ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન કેમ્પેન, પદયાત્રા અને રોડ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જનતાની વચ્ચે જઈ રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. જેમાં કેજરીવાલે ચૂંટણી ફંડ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી


"ચૂંટણી લડવા પૈસાજ નથી"


અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. હું 7 વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું પરંતુ એક પણ પૈસો હું નથી કમાયો. એટલા માટે મને તમારો સહકાર જોઈએ છે. આજ સુધી તમે કોઈ મુખ્યમંત્રીને આ રીતે રસ્તા પર પરસેવો પાડતા નહીં જોયા હોય.


ગુજરાતની જનતાને કરી અપીલ 


અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું હું ગુજરાતની ગલી-ગલી, રોડ-રસ્તા પર જઈ રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું. તમારે બધાએ એક કામ કરવાનું છે, મારા ગયા પછી તમારું વોટ્સએપ ઓપન કરજો અને જેટલા પણ લોકો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય એમને એક મેસેજ કરજો કે, હું આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપવાનો છું અને તમે બધા પણ મારી સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપો.હું ઈચ્છું છું કે તમે અમારા ઉમેદવારોને સૌથી વઘારે માર્જિનથી જીતાડો. EVM મશીન પર ઝાડુનું જે બટન હોય એ એટલી વાર દબાવજો કે બટન ખરાબ થઈ જાય. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...