Heart Attack ના કિસ્સાઓ વધતા રાજ્યના શિક્ષકોને અપાશે CPR Training, શિક્ષણ મંત્રીએ આ અંગે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-11-30 13:36:26

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે કોરોના બાદ. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે જેને કારણે તે મોતને ભેટે છે. એવા અનેક લોકો છે જે રાત્રે તો ઉંઘે છે પરંતુ સવારે નથી ઉઠી શક્તા. રાત્રે હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. અનેક બનાવો આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓના મોત હૃદયહુમલાને કારણે થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને લઈ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 લાખથી વધારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. 37 મેડિકલ કોલેજો ખાતે વિવિધ તજજ્ઞો દ્વારા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવી ટ્વિટ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવી છે.

શિક્ષકોને આપવામાં આવશે સીપીઆરની ટ્રેનિંગ 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. 


3 અને 17 ડિસેમ્બરે ટ્રેનિંગ અભિયાનનું કરાયું છે આયોજન   

હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના 2 લાખથી વધારે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 3 અને 17 ડિસેમ્બર 2023ના રોજ રાજ્યની 37 મેડિકલ કોલેજોમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રીએ આપી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.