પ્રધાનમંત્રીના વચન અને આંખોની તો લાજ રાખો સત્તાધીશો... 100 ટકા નળ સે જળ યોજના પૂર્ણ થયા હોવાના દાવા વચ્ચે પાણી માટે વલખા મારતી પ્રજા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-12 14:23:33

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળથી જળ પહોંચે તે માટે સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે. સરકારી ચોપડે આ કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે. અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ સરકારી અધિકારીઓ પાઈપ લગાવવાનું ભૂલી ગયા છે. એવા અનેક દ્રશ્યો જમાવટના કેમેરામાં કેદ થયા છે જે સરકાર દ્વારા કરવામાં આવેલા દાવાને ખોટા સાબિત કરે છે.  


ગુજરાત સરકાર દાવો કરે છે કે નળથી જળ યોજના 100 ટકા પૂર્ણ  

લોકોને પાણી મળે તે માટે સરકાર દ્વારા જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ઘરમાં લોકોને પાણી મળે તે માટે આ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. ઓક્ટોબર 2022માં ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. એનો મતલબ એ થાય કે દરેક ઘરમાં નળથી પાણી પહોંચી રહ્યું છે.  




15 ઓગષ્ટ 2019એ પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કરી હતી જાહેરાત  

જળ જીવન મિશન અંતર્ગત પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારને 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેનો મતલબ એ થાય કે ગુજરાત 100 ટકા નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2019ના રોજ લાલકિલ્લા પરથી જળ જીવન મિશનની ઘોષણા કરી હતી. જાહેરાત કરતા તેમણે કહ્યું હતુંકે આ મિશનનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100 ટકા નળ જોડાણ દ્વારા પાણી પૂરૂં પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. 

જો સાચે યોજના લોકો સુધી પહોંચી છે તો કેમ લોકોને પાણી માટે મારવા પડે છે વલખા? 

હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે વલસાડની શિક્ષણ સમિતિ દ્વારા લખવામાં આવેલો એક પત્ર ચર્ચામાં આવ્યો છે. આ પત્રનો વિષય છે વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવો. જે પત્ર સામે આવ્યો છે તે ધરમપૂરનો છે. ધરમપૂરમાં સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પત્રમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જો ગામડાના દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચી ગયું છે કે તો કેમ લોકોને પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.


પીએમ મોદી દ્વારા કહેવાયેલા શબ્દોની તો લાજ રાખો સરકાર  

100 ટકા યોજના લોકો સુધી પહોંચી ગઈ છે તે દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દાવો ખરેખર સાચો છે? જો આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ હશે 'ના'. હજી પણ એવા અનેક ગામો છે જ્યાં વસ્તી વધારે હોય છે પરંતુ સમગ્ર વસ્તી વચ્ચે માત્ર એક જ હેન્ડ પમ્પ જોવા મળે છે. પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. ત્યારે હમણાં તો ઉનાળાની સિઝન છે. ઉનાળાની સિઝન દરમિયાન પાણીનો વપરાશ એમ પણ વધતો હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે લોકોને પડતી તકલીફો, લોકોની સરકાર પાસેથી રાખવામાં આવેલી અપેક્ષાઓ ભલે સરકારી અધિકારીને ન દેખાતી હોય પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલી વાતોની તો લાજ રાખો...               




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?