હવામાન બદલાતી પેટર્ન અને શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે રાજ્ય સરકારે કેદારનાથ યાત્રા 3 મે સુધી રોકી દીધી છે. આ સાથે જ, ઋષિકેશ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર કેદારનાથ માટે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મુસાફરોની ભીડને નિયંત્રિત કરી શકાય. આજે સોમવારે પણ કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ હતી.
3 મે પછી નવી તારીખ જાહેર
એડિશનલ કમિશનર ગઢવાલ એડમિનિસ્ટ્રેશન, નરેન્દ્ર સિંહ કુરિયાલે કહ્યું કે બાબા કેદારનાથ પ્રત્યે આસ્થાને લઈને મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. ધામમાં યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે અને ખરાબ હવામાનના કારણે તેમને રોકાવાની વ્યવસ્થા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પર્યટન વિભાગે કેદારનાથ યાત્રા માટે 3 મે સુધી નોંધણી મુલતવી રાખી છે. પર્યટન વિભાગ 3 મે પછી બાબા કેદારનાથની યાત્રાની તારીખ નક્કી કરશે.