કેદારનાથ ધામનું નામ સાંભળીએ ત્યારે આપણી આંખમાં અલગ જ ચમક આવી જતી હોય છે. ચારધામની યાત્રાઓમાંનું આ મહત્વનું સ્થાન છે. ત્યારે કેદારનાથ ધામ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ કેદારનાથ મંદિરની બહાર સંતોષ ત્રિવેદીએ વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સાંભળીએ સૌથી પહેલા એ વીડિયો જેમાં સંતોષ ત્રિવેદી આરોપ લગાવી રહ્યાં છે.
સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું!
હવે આ બાદ કેદારનાથ મંદિર ટ્વિટર પર ટ્રેન્ડ થઈ કરી રહ્યું છે, અને ચારેય તરફ ચર્ચાઓ થઈ રહી છે કે શું ખરેખર કેદારનાથના મંદિરના ગર્ભગૃહમાંથી સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું છે? હવે આની સામે બદ્રિ-કેદાર મંદિર સમિતિએ એક પ્રેસનોટ બહાર પાડી છે અને એમનું કહેવું છે કે આ વાત માત્ર લોકોને ભ્રમિત કરવા માટે અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કહેવામાં આવી રહી છે.
મંદિર સમિતિએ આ વાતને પાયાવિહોણી ગણાવી!
બદ્રિ-કેદાર મંદિર સમિતિએ કહ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં કુલ 23,777.800 ગ્રામ સોનું લગાડવામાં આવ્યું છે. જેની વર્તમાન બજાર કિંમત લગભગ 14.38 કરોડ રુપિયા છે, અને આ ઉપરાંત સોનાના કામ માટે વપરાયેલી તાંબાની પ્લેટોનું કુલ વજન 1001.300 કિલોગ્રામ છે, જેની કુલ કિમંત માત્ર 29 લાખ રુપિયા છે. તેથી જે આરોપો લાગ્યા છે કે મંદિરના ગર્ભગૃહમાંથી એક અરબ પંદર કરોડ એટલે કે સવા અરબ કરોડનું જે સોનું ગાયબ થઈ ગયું છે એ બધી વાતો પાયાવિહોણી છે. હવે આમા કોનું ગણિત સાચું અને અને કોનું ગણિત ખોટું એ તો સમય જ બતાવશે.