ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને હવે ગીત કલાકારો પણ એક બાદ એક રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા છે.હવે આજે એવા સમાચારો પણ મળી રહ્યા છે કે રાજ્યના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ ચૂંટણી લડી શકે છે મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જીગ્નેશ કવિરાજ
અપક્ષ તરીકે નોંધાવશે ઉમેદવારી
મૂળ ખેરાલુના જ જીગ્નેશ કવિરાજ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. જીગ્નેશ કવિરાજ હાલ તો કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા નથી અને તેઓ અપક્ષ તરીકે મહેસાણાની ખેરાલું વિધાનસભા ચૂંટણી લડી શકે છે. ખેરાલુ બેઠક પર અપક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે તેઓ ટક્કર આપશે. લોકગાયક તરીકે તેમની લોકચાહનાને તેઓ મતમાં કેવી રીતે રુપાંતરીત કરી શકે છે તે હવે જોવાનું રહે છે.
ભાજપનો ગઢ રહી છે ખેરાલુ બેઠક
ખેરાલુ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો આ બેઠક પર વિજય થયો છે. 2002માં રમીલાબેન દેસાઇ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. તે પછી ત્રણ ટર્મ (2002,2012, 2017)માં ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. ભરતસિંહ ડાભી 2019ની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી અને પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 2019માં પેટા ચૂંટણીમાં અજમલજી ઠાકોરનો વિજય થયો હતો.