બોલિવુડની ફિલ્મ આદિપુરુષ રિલિઝ થઈ તે પૂર્વેથી વિવાદ ચાલી રહ્યો છે, તાજેતરમાં જ રીલીઝ થયેલી આ ફિલ્મના ડાયલોગ વિવાદનું સૌથી મોટું કારણ બન્યા છે. આ ફિલ્મનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે જાણીતા રામ કથાકાર મોરારી બાપુએ પણ ફિલ્મને લઈને તેના મેકર્સને ટકોર કરી છે. તેમણે કહ્યું કે " હું વિનમ્રતાથી વ્યાસપીઠ પરથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. કથાકાર મોરારી બાપુએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિશે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો.
આદિપુરૂષ ફિલ્મના મેકર્સને કરી આ અપીલ
મોરારી બાપુએ કહ્યું કે "આ વ્યાસપીઠપરથી વિનમ્રતાથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. મેં આ ફિલ્મ જોઇ નથી પરંતુ જ્યારે હું વ્યાસપીઠ પર બેઠો છું તો એ વિનય કરું છું કે, જ્યારે કોઇ રામાયણ વિશે કે પાત્ર વિશે ચલચિત્ર કે નાટક બનાવવા જઇ રહ્યાં છો. ત્યારે વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો. વિનમ્રતાથી કહીશ કે કમ સે કમ મોરારીબાપુને પૂછો. આપને કદાચ આ અંહાકાર લાગી શકે છે પરંતુ મેં તેના પર 65 વર્ષથી કામ કર્યું છે અને હું આદર આપુ છું દિવંગત રામાનંદ સાગરને જેને જ્યારે રામાયણ સિરિયલ બનાવી તો બે વ્યક્તિના મત લીધા હતા. એક તો રામકિર્કરજી મહારાજ અને તલગાજરડાના મોરારી બાપુનો. મને છોડી દો, પરંતુ ત્રિભુવનિય ગ્રંથ આપ્યો છે તેવા તુલસીદાસના શાસ્ત્રની મદદ લો. વાલ્મિકિજીની રામાયણનો આધાર લો. તેમણે કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે."