ગરીબોની કસ્તુરી અમીરો માટે પણ મોંઘી બની, ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ રૂ.50એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-10-23 16:57:07

રાજ્યમાં તહેવારોની સીઝન ચાલી રહી છે અને વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળીને હવે મહિનો રહ્યો છે ત્યારે જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, ફળોના ભાવ આસમાનો પહોંચ્યા છે. સામાન્ય લોકો માટે તહેવારો કઈ રીતે મનાવવા તે મોટો સવાલ બન્યો છે ત્યારે હવે ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીનો ભાવ હવે અમીરોને પણ રડાવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીનો ભાવ વધીને  પ્રતિ કિલોનો ભાવ 50 રૂપિયાએ પહોંચ્યો છે. હવે ડુંગળી મોંઘી થતાં ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. 


ડુંગળીનો ભાવ છૂટકમાં 20 રૂપિયા વધ્યો


ડુંગળીનો ઉપયોગ ગરીબમાં ગરીબ લોકો પણ સરળતાથી કરી શકતા હોય છે. જોકે હવે ડુંગળીના ભાવએ આસમાનને આંબી રહ્યા છે. માત્ર બે જ દિવસ પહેલા ડુંગળી છૂટકમાં 20 રૂપિયા કિલો વેચાતી હતી. તે જ ડુંગળી હાલ 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. હાલ છૂટકમાં વેચાતી ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળીના નીચા ભાવ 30 રૂપિયા કિલો છે. જ્યારે ઊંચામાં 50 રૂપિયા કિલો છૂટક ડુંગળી વેચાય છે. જથ્થાબંધ ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો 21 ઓક્ટોબરે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ પ્રતિ મળ 290 નોંધાયા હતા. જ્યારે ડુંગળીના ઊંચા ભાવ પ્રતિ મણ 620 રૂપિયા નોંધાયા હતા.


હજુ પણ ભાવ વધવાની આશંકા


હાલ છૂટકમાં ડુંગળી  રૂ.30થી 40 રૂપિયે વેચાઇ રહી છે. જેનો ભાવ 60થી 70 રૂપિયા સુધી પહોંચી તેવની શક્યતા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ 400થી 600 રૂપિયા બોલાઇ રહ્યો છે. વેપારીઓનું માનીએ તો, હાલ ડુંગળીની આવક ઘટી છે. તેની સામે માગ પણ વધી છે. સારી ડુંગળી હાલ આગળથી નથી આવી રહી. જેના પરિણામે ભાવમાં વધારો થયો છે. જો કે, દિવાળી બાદ ભાવમાં આંશિક રાહત મળે તેવું વેપારીઓ માની રહ્યા છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. 


શા માટે વધી રહ્યા છે ભાવ?


રાજ્યમાં ડુંગળીના ભાવ વધ્યા તેનું મોટું કારણ અન્ય રાજ્યમાંથી આવતી ડુંગળીની અછત છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજી તરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?