આતંકવાદીઓએ મંગળવારે સતત ત્રીજા દિવસે કાશ્મીર ખીણમાં હુમલો કર્યો અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક હેડ કોન્સ્ટેબલની હત્યા કરી દીધી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે રજા પર ગયેલા પોલીસકર્મીઓએ બિનજરૂરી બહાર ફરવું નહીં. ફક્ત ઘરે જ રહો. જાહેર સ્થળોએ રમવા કે ચાલવાથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે.
કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડાર પર ફાયરિંગ
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ટંગમાર્ગમાં મંગળવારે, આતંકવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને તેમના ઘરની નજીકથી ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું તેમને સારવાર માટે એસડીએચ ટંગમાર્ગમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ દમ તોડી દીધો હતો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમે શહીદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ મહત્વપૂર્ણ ઘડીમાં તેમના પરિવાર સાથે ઊભા છીએ. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.#WATCH जम्मू-कश्मीर पुलिस के जवान एचसी जीएच मोहम्मद डार का पुष्पांजलि समारोह बारामूला में आयोजित किया गया। pic.twitter.com/nqXM2vRoyZ
— ANI_HindiNews (@AHindinews) October 31, 2023
કાશ્મિરમાં આતંકી હુમલા વધ્યા
અગાઉ સોમવારે, આતંકવાદીઓએ યુપી ઉન્નાવના એક પરપ્રાંતિય મજૂર મુકેશ કુમારને નિશાન બનાવ્યો હતો, જે પુલવામામાં આ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. રવિવારે, આતંકવાદીઓએ શ્રીનગરની ઇદગાહમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મસરૂરને ગોળી મારી દીધી હતી, જેઓ હજી પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. TRF ચીફ ઓપરેશનલ કમાન્ડર બાસિત અહેમદ ડાર, જે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની પાઈનના રહેવાસી છે, મસરૂર પર હુમલા પાછળ તેનો હાથ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તુર્કી પિસ્તોલથી મસરૂર પર નજીકથી ફાયરિંગ કર્યું હતું.