સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યને એક પોસ્ટ શેર કરી છે જેમાં એક્ટરે ભૂલ ભૂલૈયા-3નું ટીઝર રિલિઝ કર્યું છે. હાલ બોલિવુડમાં અનેક ફિલ્મો આવી રહી છે જે કોઈ ફિલ્મનું સિક્વલ હોય છે. થોડા સમય પહેલા ભૂલ ભૂલૈયા પાર્ટ 2 આવી હતી. કાર્તિક આર્યને ભૂલ ભૂલૈયા 3 નું એલાન કરી દીધું છે. આ ફિલ્મમાં પણ કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના ટીઝર કાર્તિક આર્યન રૂહ બાબાના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ શકે છે.
કાર્તિક આર્યને ફિલ્મનું ટીઝર કર્યું શેર
બોલિવુડની અનેક ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે. 2023માં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે કાર્તિક આર્યેને પોતાની આગામી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 નું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટરે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરની શરૂઆત દરવાજાના સીનથી થાય છે જેની પાછળ મંજૂલિકા બંધ છે. બેકગ્રાઉન્ડમાં અમી જે તોમાર ગીત ચાલી રહ્યું છે. કાર્તિક આર્યન કહે છે કે શું લાગ્યું હતું, કહાની સમાપ્ત થઈ ગઈ? દરવાજા હંમેશા બંધ એટલા માટે જ થાય છે જેથી તે એક દિવસ ખુલી શકે. આ ફિલ્મમાં રૂહ બાબાના રોલમાં કાર્તિક આર્યન જોવા મળશે.
ભૂલ ભૂલૈયા 2ને મળ્યો હતો દર્શકોનો પ્રેમ
ભૂલ ભૂલૈયા 2 ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી જે સારી કમાણી કરનારી ફિલ્મોમાંથી એક હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 250 કરોડ જેટલીનાની કમાણી કરી હતી. કોરોના સમયે જ્યાં એક તરફ બોક્સ ઓફિસ પર ટકી રહેવા મહેનત કરી રહી હતી ત્યારે આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મ કાર્તિક આર્યનના કરિયરની સારી કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. ટીઝરની સાથે સાથે એક્ટરે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે પણ માહિતી આપી હતી. વર્ષ 2024ની દિવાળીની આસાપાસ આસપાસ આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. ટી-સિરીઝના બેનર હેઠળ આ ફિલ્મ તૈયાર થઈ રહી છે.
2007માં ભૂલ ભૂલૈયા ફિલ્મ થઈ હતી રિલીઝ
મહત્વનું છે કે આ ફિલ્મનો પહેલો ભાગ ભૂલ ભૂલૈયા 2007માં આવી હતી. પહેલા સિક્વલમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અક્ષયની સાથે વિદ્યાબાલન, અમીષા પટેલ, પરેશ રાવલ સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. તે ફિલ્મ પણ બોક્સઓફિસ પર હીટ ગઈ હતી. આ ફિલ્મને આજે પણ દર્શકો યાદ કરે છે. વિદ્યા બાલનને મોંજુલિકાનું પાત્ર ભજવવા બદલ અનેક એવોર્ડ પણ મળ્યા છે. ભૂલ ભૂલૈયા 3ની જાહેરાત થતા ફેન્સ પણ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે.