કાર્તિક આર્યન એક્ટર હૃતિક રોશનની બહેનને ડેટ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 15:55:47


બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન હમેશા પોતાની અંગત અને પ્રોફેસનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે અને હવે એક નવી ચર્ચાએ જોર પકડ્યો છે કે હૃતિક રોશનની કઝિન સિસ્ટર  પશ્મીના રોશન તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. બંને અવારનવાર એકબીજાને ઘરે મળે છે 


દિવાળીમાં બને સાથે હતા .. 


કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો કે દિવાળીના દિવસે કાર્તિક પોતાની નવી કાર મેકલારેનમાં પશ્મીના સાથે હતો. બંને મોડી રાત સુધી જિયો વર્લ્ડ ડ્રાઇવમાં સમય પસાર કરતા હોય છે. બંને હાલમાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.


કાર્તિક-પશ્મીનાને એકબીજા સાથે રહેવું ગમે છે કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો, 'જ્યારે તે કામ કરતો હોતો નથી તો તે પશ્મીના સાથે ઘરમાં રહેવું પસંદ કરે છે. બંને ફોટોગ્રાફર્સથી બચવા માટે પોત-પોતાની કાર ઘરે પાછી મોકલાવી દે છે.'


કાર્તિક પહેલાં સારા અલી ખાન અને ક્રિતિ સેનનને ડેટ કરતો હોવાની ચર્ચા


પશ્મીના પહેલાં કાર્તિક આર્યનનું નામ સારા અલી ખાન તથા ક્રિતિ સેનન સાથે જોડાયું ચૂક્યું છે. ક્રિતિ સેનન તથા કાર્તિકે ફિલ્મ 'શહઝાદા'માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા હતી. સારા તથા કાર્તિકે 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું. સારાએ કરન જોહરના શો 'કૉફી વિથ કરન'માં કહ્યું હતું કે તેને કાર્તિક પ્રત્યે ક્રશ છે. 



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...