ટ્રાફિકના નિયમો દરેક માટે સમાન છે, પછી તે સામાન્ય માણસ હોય કે ફિલ્મ સ્ટાર. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શહેજાદા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની તેલુગુ હિટ ફિલ્મ 'અલા વૈકુંઠપુર્મુલૂ'ની હિન્દી રિમેક છે. આ દરમિયાન કાર્તિક આર્યન સમય કાઢીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. કાર્તિક આર્યન તેની લક્ઝરી એસયુવી લેમ્બોર્ગિની ઉરુસમાં પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન તેણે એક નાની ભૂલ કરી અને દંડની રસીદ કાપવામાં આવી. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનને દંડની બે રસીદ 500 અને 750 રૂપિયાની રસીદ ફટકારી હતી. આ રસીદ વિશે ખુદ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. ખાસ વાત એ છે કે મુંબઈ પોલીસે આ વિશે ખૂબ જ રમુજી રીતે ટ્વિટ કર્યું છે.
કાર્તિક આર્યન સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો
કાર્તિક આર્યન તેની ફિલ્મની રિલીઝ પહેલા જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયો હતો. અહીં એક્ટર પોતાના ખોટા પાર્કિંગને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. પોલીસે અભિનેતાને મંદિર નજીક નો-પાર્કિંગ ઝોનમાં તેની લક્ઝરી કાર પાર્ક કરવા બદલ ચલણ ફટકાર્યું હતું. તેની કારની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. મુંબઈ પોલીસે કાર્તિક આર્યનના લેમ્બોર્ગિની ઉરુસની તસવીર સાથે ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પરના કેપ્શનમાં લખ્યું હતું કે, "સમસ્યા? સમસ્યા એ હતી કે કાર રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવી હતી! આવું ન કરો. 'શહેજાદા' ટ્રાફિકના નિયમોનો ભંગ કરી શકે છે તે વિચારવાનું 'ભૂલશો' નહીં."