કાર્તિક આર્યને પાન-મસાલાની જાહેરાત માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:33:55

'ભૂલ ભુલૈયા 2' ના એક્ટર કાર્તિક આર્યને અન્ય કલાકારો માટે એક દ્રષ્ટાંત રજૂ કરતા પાન-મસાલાની જાહેરાત કરવા માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફરને ઠોકર મારી છે. બોલીવુડના ટોચના સ્ટાર્સ શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન પાન-મસાલાની જાહેરાતમાં કામ કરી ચુક્યા છે. જો કે આ પ્રકારની જાહેરાત માટે સોશિયલમ મીડિયા પર ખાસ્સા  ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કાર્તિક આર્યનને પાન-મસાલાની આ જાહેરાત માટે બહું મોટી રકમ મળવાની હતી. તેમ છતાં તેણે આ ઓફર ઠુકરાવી દેતા તેના આ નિર્ણયની ખુબ જ પ્રસંશા થઈ રહી છે. વખાણવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને પાન-મસાલાની કરોડોની જાહેરાત ઠુકરાવી હતી.


બોલિવુડના આ કલાકારો બન્યા હતા હાંસીને પાત્ર 


બોલિવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારે થોડાં મહિના પહેલાં પાન-મસાલાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ ઘણો જ વિવાદ થયો હતો. અંતે અક્ષય કુમારે માફી માગી હતી, અક્ષયે તેના ચાહકોને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં તે આવું ક્યારેય નહીં કરે. અક્ષય ઉપરાંત શાહરુખ ખાન, અજય દેવગન પણ ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે