કાર્તિક આર્યને ચાહકોનો પ્રેમ દર્શાવતો વિડિયો શેર કર્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 16:56:29


બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જે 'પ્યાર કા પંચનામા'થી લોકપ્રિય થયો છે.એ આજે અમદાવાદમાં આવ્યા તેવું સામે આવ્યું છે તે પોતાની આગામી ફિલ્મ 'સત્યનારાયણ કી કથા'ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે હાલમાં કાર્તિક આર્યન અમદાવાદની પોળમાં 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક અમદાવાદની પોળમાં ફરી રહ્યો છે અને ચાહકો તેના નામની બૂમ પાડીને તેની પાછળ પાછળ ચાલે છે. કાર્તિકને સિક્યોરિટી ગાર્ડ્સે કોર્ડન કરીને રાખ્યો છે.


કેટલા દિવસ રહશે ?

માનવામાં આવે છે કે કાર્તિક આર્યન 15-20 દિવસ ગુજરાતમાં શૂટિંગ કરશે. કાર્તિક આર્યનની સાથે એક્ટ્રેસ કિઆરા અડવાણી પણ છે.આ ફિલ્મને સમીર ડિરેક્ટ કરે છે. ફિલ્મનું નામ પહેલાં 'સત્યનારાયણ કી કથા' હતું. જોકે, ફિલ્મના નામ પર વિવાદ થતાં ફિલ્મનું નામ બદલીને 'સત્યપ્રેમ કી કથા' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 29 જૂને રિલીઝ થશે. કાર્તિક તથા કિઆરાએ આ પહેલાં 'ભૂલ ભુલૈયા 2'માં સાથે કામ કર્યું હતું.




પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે

CBSE ગવર્નિંગ બોર્ડ બેઠકમાં ડમી શાળાઓ માટે નવા કડક નિયમો બનવામાં આવ્યા છે. જેમાં બોર્ડે નોંધ્યું છે કે જે વિધાર્થીઓ મેડીકલ કે એન્જિનિયરિંગ માટેની કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારીઓ માટે કરીને ડમી શાળાઓમાં એડમીશનની લે છે. બોર્ડે કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને ડમી ને બદલે ઓપેન સ્કૂલનો પર્યાય અપનાવવાની સલાહ.