આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે.
કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે.
હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો.
દિવાળીના તહેવાર પર લોકો એકબીજાને ગિફ્ટ આપે છે ત્યારે કર્ણાટક સરકાર (Karnataka Minister)ના એક મંત્રીએ મોંઘી દિવાળી ગિફ્ટ આપતા વિવાદ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે. કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે. હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે. રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ નગરપાલિકાના સભ્યો અને ગામ પંચાયતના સભ્યોમાં બે અલગ અલગ પ્રકારના ગિફ્ટ બોક્સની વહેંચણી કરી.
કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો. જ્યારે મંત્રીના એક સહયોગીએ જણાવ્યું કે તેઓ દરવર્ષે આ પ્રકારે ગિફ્ટ બોક્સ આપે છે.