સુનાવણી ટળી, વિવાદ યથાવત
કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કૉર્ટ સુધી તો પહોંચી ગયો છે પણ સુનાવણી ટળતી જ જાય છે, સુપ્રીમ કૉર્ટ આ મામલે હવે 5મી સપ્ટેમ્બરે સુનાવણી કરશે, જાન્યુઆરી 2022થી વકરેલો આ વિવાદ કર્ણાટકની સીમાને પાર પહોંચીને એક સમયે આખા દેશનો મુદ્દો બની ગયો હતો, કાનૂનનો મુદ્દો પહેલા ધાર્મીક અને પછી રાજકીય બન્યો હતો, અને આજે પણ ધર્મ-રાજનીતિના નામે ઉભેલો આ જ્વાળામુખી જીવતો જ છે જે ગમે ત્યારે ફાટી શકે છે
પીટીશન કરનારાઓ પર પણ સુપ્રીમ કૉર્ટના જજ હેમંત ગુપ્તા અકળાયા હતા કે એકબાજુ તમે અરજન્ટ હિયરીંગ માગો છો અને જ્યારે હોય છે ત્યારે ટાળવાનું કહો છો આ કઈ રીત છે!
સુપ્રીમ કૉર્ટે રાજ્ય સરકારને પણ નોટીસ ઈશ્યુ કરી છે, કેમ કે હિજાબ કૉલેજમાં ના પહેરીને આવવાના નિર્ણયને કર્ણાટક હાઈકૉર્ટમાં અનેક લોકો પડકારી રહ્યા છે, આ વિવાદ શિક્ષણ-સંકુલમાં કોઈપણ ધાર્મીક પરિવેશ ના પહેરીને આવવો એમ જોવા કરતા ધર્મ અને એને પાળવાની આઝાદીના ખતરા તરીકે જોવાઈ રહ્યો છે, સુપ્રીમ કૉર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી તો કૉલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ જ છે.