કર્ણાટકમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ, 13000 કર્મચારીઓને મળશે OPSનો લાભ


  • Published By :
  • Published Date : 2024-01-26 16:05:14

કોંગ્રેસ શાસિત કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યમાં ફરી એક વખત જુની પેન્શન સ્કિમ અમલી બનાવી છે. રાજ્ય સરકારે આ અંગેની એક નોટિફિકેશન પણ જાહેર કરી છે. આ નોટિફિકેશન મુજબ વર્ષ 2006ની ભરતી બાદ સરકારી નોકરીમાં જોડાયેલા લગભગ 13 હજાર કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે. સીએમ સિદ્ધારમૈયાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે જ્યારે સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજના વિરૂધ્ધ હડતાલ પર હતા ત્યારે તેમણે તેમની માગણીઓ પુરી કરવાનું વચન આપ્યું હતું.  


કોંગ્રેસે ચૂંટણી વચન પાળ્યું


કોંગ્રેસના નેતા અને રાજ્યના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ નિર્ણયથી રાજ્યના 13 હજાર જેટલા સરકારી કર્મચારીઓને રાહત મળશે. અત્રે ઉલ્લેખનિ છે કે પાંચ રાજ્યોમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે OPSને ફરીથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમ છતાં તેલંગાણાને બાદ કરતા અન્ય રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનિય છે કે જુની પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ રિટાયર્મેન્ટ  કેન્દ્રની વાજપાઈ સરકારે ડિસેમ્બર 2003માં જ જુની પેન્શન યોજના બંધ કરી હતી. સરકારે 1 એપ્રીલ 2004ના રોજ નવી પેન્શન સ્કીમ અમલમાં મુકી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?