કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત કોરોના પોઝિટિવ, નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-09 20:54:48

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તેમના નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધી રહેલા સંક્રમિતોની સંખ્યાએ સરકારની ચિંતા વધારી રહી છે. સરકારે સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેલા જ અનિવાર્ય કર્યા હતા ત્યારે હવે નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. સાથે જ જનતાને સરકારને સહયોગ આપવાની અપીલ કરી છે. સતત બગડતી જતી સ્થિતિને જોતા સરકારે શ્વાસ લેવામાં જેમણે તકલીફ થતી હોય તેઓ અને ઈન્ફ્લૂએન્ઝા બીમારીવાળા લોકો માટે કોરોના ટેસ્ટિંગને અનિવાર્ય કરી દીધા છે.


કર્ણાટક સરકારે કર્યો આદેશ


કર્ણાટકમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર પણ સક્રિય બની છે, રાજ્યની કોંગ્રેસ સરકારે આદેશ બાદ કોરોનાના ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુએ કહ્યું કે- કર્ણાટકના ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી કે ગંભીર શ્વસન બીમારીવાળી વ્યક્તિઓ માટે કોવિડ 19 પરીક્ષણ ફરજિયાત કરી દેવાયા છે. સાથે જ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે બેઠક પછી મંત્રીએ કહ્યું- દરરોજ 7000થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે અને રાજ્યમાં ગભરાવવાની કોઈ વાત નથી. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 3.82 ટકા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?