કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગુરૂવારે કહ્યું કે પીએમ મોદી એક ઝેરીલા સાપ જેવા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે તેને ચાટશે તે મરી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક ચૂંટણી પ્રચાર અભિયાનમાં પોતાના મત વિસ્તારમાં જનમેદનીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
It wasn't meant for PM Modi, what I meant was BJP's ideology is 'like a snake'. I never said this personally for PM Modi, what I said was their ideology is like a snake and if you try to touch it, your death is certain: Congress chief Mallikarjun Kharge clarifies over his earlier… https://t.co/qBO2S0TSz5 pic.twitter.com/d32oN97zCe
— ANI (@ANI) April 27, 2023
હોબાળો થતા ખડગેએ સ્પષ્ટતા કરી
It wasn't meant for PM Modi, what I meant was BJP's ideology is 'like a snake'. I never said this personally for PM Modi, what I said was their ideology is like a snake and if you try to touch it, your death is certain: Congress chief Mallikarjun Kharge clarifies over his earlier… https://t.co/qBO2S0TSz5 pic.twitter.com/d32oN97zCe
— ANI (@ANI) April 27, 2023જો કે થોડા સમય બાદ તેમના આ નિવેદન બાદ હોબાળો મચી જતા મલ્લિકાર્જુન ખડગેએ બાદમાં સ્પષ્ટતા કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેમના આ નિવેદનને લઈ સફાઈ આપતા કહ્યું કે" નહીં, નહીં, મારો મતલબ પીએમ મોદીથી નહોતો પણ બીજેપીની વિચારધારાથી છે આ વિચારધારા સાપ જેવી છે. મેં આ નિવેદન મોદીને વ્યક્તિગત રૂપે ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું હતું કે તેમની વિચારધારા સાંપ જેવી છે, અને જો તમે તેનો સ્પર્શ પણ કરો છો, તો તમારૂ મૃત્યું ચોક્કસ છે"
CM બોમ્મઈએ આપ્યો જવાબ
કોંગ્રેસના પ્રમુખના નિવેદન અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે "ખડગેના મનમાં જ ઝેર છે, તે પીએમ મોદી અને બીજેપી પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસિત મગજ ધરાવે છે. આ પ્રકારની વિચારધારા હતાશાના કારણે આવે છે કેમ કે તે તેમની સાથે રાજનૈતિક રીતે લડવા માટે અસમર્થ છે, અને તે જોઈ રહ્યા છે કે તેમનું વહાણ ડૂબી રહ્યું છે, લોકો તેમને બોધપાઠ શિખવાડશે"