કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કાઈક એવું કહ્યું કે જેને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. અમિત શાહે તેમના નિવેદનમાં કહ્યું હતું ક જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો રાજ્યમાં રમખાણો થશે. આ અંગે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે, અને અમિત શાહ સામે એફઆઈઆર નોંધાવી છે. તે સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે.
કોંગ્રેસે નોંધાવી FIR
કોંગ્રેસના નેતા અને કર્ણાટક ચૂંટણી પ્રભારી રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર ગેરૂવારે બેંગલુરૂના ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપા નેતા અમિત શાહ, જે રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું તે રેલીના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લોકોમાં દુશ્મનાવટ ફેલાવવાનો અને વિપક્ષને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવ કુમારે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી કહે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો રમખાણો થશે. તે આવું કેવી રીતે કહીં શકે છે, અમે ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી છે.
અમિત શાહે શું કહ્યું હતું?
અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકના બેલગાવીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો રાજ્યનો વિકાસ રિવર્સ ગિયરમાં થશે, વંશવાદની રાજનિતી ચરમસીમા પર પહોંચશે અને કર્ણાટકમાં રમખાણોથી પિડીત રાજ્ય બનશે.