કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ હવે સર્વત્ર એક જ સવાલ થઈ રહ્યો છે કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. આ પદ માટે બે નેતાઓ એક પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે કોંગ્રેસના આ બંને નેતાઓના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.બેંગલુરૂમાં સૌથી પહેલા સિદ્ધારમૈયાના ઘરની બહાર અને ત્યાર બાદ ડી કે શિવકુમારના સમર્થકોએ તેમને ભાવી મુખ્યમંત્રી બતાવતા પોસ્ટરો લગાવ્યા હતા. જો કે આ મામલે કોંગ્રેસના અગ્રણી નેતા તથા કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો (CLP)ની એક બેઠક આજે સાંજે 6 વાગ્યે યોજાશે.
#WATCH बेंगलुरु (कर्नाटक): कांग्रेस नेता सिद्धारमैया और अन्य नवनिर्वाचित विधायक पार्टी के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे के आवास पर पहुंचे। pic.twitter.com/1wxnXjR7ao
— ANI_HindiNews (@AHindinews) May 14, 2023
CM પદના બંને દાવેદારોએ શું કહ્યું?
#WATCH बेंगलुरु (कर्नाटक): कांग्रेस नेता सिद्धारमैया और अन्य नवनिर्वाचित विधायक पार्टी के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे के आवास पर पहुंचे। pic.twitter.com/1wxnXjR7ao
— ANI_HindiNews (@AHindinews) May 14, 2023કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી 135 સીટો જીતીને સરકાર બનાવી રહી છે, ત્યારે રાજ્યનો મુખ્યમંત્રી કોણ બનશે તેની લઈને અવઢવની સ્થિતી જોવા મળી રહી છે. આ મુદ્દે સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું કે હાઈકમાન નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું મંતવ્ય જાણશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. હાઈકમાન દ્વારા રાજ્યમાં નિરિક્ષકોને મોકલવામાં આવશે, અને યોગ્ય પ્રક્રિયા બાદ જ આ મામલે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. જ્યારે શિવ કુમારે પણ કહ્યું હતું કે હાઈકમાન ફોન કરશે.