કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવી દીધી છે. ચૂંટણીનું પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા અનેક બેઠકો કરવામાં આવી હતી. અનેક ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યારે સરકાર બનવાના સાત દિવસ બાદ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 24 મંત્રીઓએ શપથ લીધી છે. મંત્રીઓને રાજ્યપાલ થાવરચંદ ગહલોતે શપથ લેવડાયા છે.
આ મંત્રીઓએ આજે ગ્રહણ કર્યા શપથ!
20મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથ લીધી હતી. ડે.સીએમ તરીકે ડી.કે.શિવકુમારે શપથ લીધા હતા. તેમની સાથે 8 મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે આજે 24 મંત્રીઓએ મંત્રી તરીકેના શપથ લીધા છે. એચકે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, ઈશ્વર ખંડ્રે, એન રાજન્ના, દિનેશ ગુંડુ રાવ, એસ દર્શનપુર, શિવાનંદ પાટીલ, રામપ્પા બલપ્પા, એસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગપ્પા, રુદ્રપ્પા પાટીલ, માંકલ વૈદ્ય, આર હેબાલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, એનએસ બોસેરાજુ, સુરેશ બીએસ, મધુ બંગરપ્પા, એમએસ સુધાકર, બી નાગેન્દ્રે શપથ ગ્રહણ કર્યા છે. આ મંત્રીઓના શપથ લીધા બાદ કર્ણાટકની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 34 પર પહોંચી છે.