કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈ કોંકડું ગુંચવાયું છે. જો કે હવે રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાય તેનું જણાઈ રહ્યું છે. કોંગ્રસ પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તો ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદની સાથે મહત્વપૂર્ણ મંત્રાલયોની ઓફર કરવામાં આવી છે. કર્ણાટકના ત્રીજા મોટા સમુદાય કરૂબામાંથી આવતા સિદ્ધારમૈયા અંતે સીએમ પદ માટે બાજી મારી જતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
VIDEO | "The name (of the new Karnataka CM) will be announced as per the party's democratic process," says Congress leader Pramod Tiwari. pic.twitter.com/9Lu42zfLvz
— Press Trust of India (@PTI_News) May 17, 2023
સિદ્ધારમૈયાને બહુમતી ધારાસભ્યોનું સમર્થન
VIDEO | "The name (of the new Karnataka CM) will be announced as per the party's democratic process," says Congress leader Pramod Tiwari. pic.twitter.com/9Lu42zfLvz
— Press Trust of India (@PTI_News) May 17, 2023કર્ણાટકના મુખ્યમંત્રીના પદને લઈને છેલ્લા ચાર દિવસથી બેંગ્લુરુથી લઈને દિલ્હી સુધી અનેક બેઠકો યોજાઈ હતી. સિદ્ધારમૈયા રેસમાં સૌથી આગળ હતા. આ પહેલા રવિવારે યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય વિધાયક દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રીની પસંદગી કરવા કહ્યું હતું. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવા કહ્યું હતું. જેમાંથી 80થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું. આવતીકાલે બેંગ્લુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓને આવતીકાલે બપોરે 3.30 વાગ્યે કંતીરવા સ્ટેડિયમમાં શપથગ્રહણની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.