આજે થશે કર્ણાટકના સીએમના નામની ઘોષણા? બેઠકોના દોર બાદ હાઈકમાન્ડને સોંપાયો રિપોર્ટ! સિદ્ધારમૈયાએ કર્યો સીએમ બનવાનો દાવો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-16 09:35:04

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ છે. નવા સીએમના નામને લઈ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયા તેમજ ડી.કે શિવકુમારના નામો મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે. ત્યારે મળતી માહિતી અનુસાર સીએમ પદની ઘોષણા કરતા પહેલા આ મામલે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીની સલાહ લેવાઈ શકે છે. સિદ્ધારમૈયા ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા જ્યારે ડી.કે શિવકુમાર આજે દિલ્હી પહોંચી શકે છે.

 


આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની થઈ શકે છે ઘોષણા!

13 મેના રોજ કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા હતા જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ત્યારે જીત્યા બાદ કર્ણાટકના સીએમ કોણ હશે તે માટે કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું હતું. સોમવારે બેંગલુરૂથી લઈ દિલ્હી ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો. સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ પોતાનો રિપોર્ટ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યો છે. આજ સાંજ સુધીમાં સીએમ અંગે ઘોષણા થઈ શકે છે તેવી સંભાવના છે.

રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે આ મામલે થશે ચર્ચા!

સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. આગામી મુખ્યમંત્રી અંગે તેમણે પોસ્ટરો લગાવ્યા હતા. આ બધા વચ્ચે સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવા માગે છે. તો ડી.કે શિવકુમારે કહ્યું કે મારા કોઈ ધારાસભ્યો નથી. હું બગાવત નહીં કરું ઉપરાંત બ્લેકમેલ પણ નહીં કરૂ. મહત્વનું છે કે શનિવારે પરિણામ આવ્યું હતું પરંતુ હજી સુધી મુખ્યમંત્રીના નામની ઘોષણા તો ઠીક પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે હજી નક્કી નથી કરી શકાયું. એવું માનવામાં આવી રહ્યું છે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે. મંગળવાર સાંજ સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.       




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?