કર્ણાટકમાં લોકાયુક્તની એન્ટી કરપ્શન વિંગે ગુરૂવારે મોટી કાર્યવાહી કરતા ભાજપના ધારાસભ્યના પુત્રને 40 લાખની લાંચ લેતા ઝડપી લીધો છે. ભાજપના ધારાસભ્ય મદલ વિરૂક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલની લાંચ કેશમાં તેની ઓફિસમાંથી જ ધરપકડ કરી છે. કરપ્શન વિંગે ઓફિસમાંથી 1.7 અને ઘરમાંથી 6 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. હાલ તો બેંગલુરૂની લોકઆયુક્ત અદાલતે પ્રશાંતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પ્રશાંત ઉપરાંત અન્ય 4 લોકોની ને પણ ધરપકડ કરવામાં આવી છે. રોકડ એટલા મોટા પ્રમાણમાં હતી કે ટીમને રૂપિયા ગણાતા આખી રાત લાગી હતી.
લોકાયુક્તને મળી હતી ફરિયાદ
કર્ણાયક લોકાયુક્તને લાંચ માગવાની ફરિયાદ મળી હતી,કર્ણાટક કેડરના અધિકારી પ્રશાંતે કાચા માલ માટે એક કોન્ટ્રાક્ટર પાસે 81 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લોકાયુક્તની આ કાર્યવાહી બાદ ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાએ કર્યાટકના સાબુ અને ડિટરર્જન્ટ લિમિટેડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું મારા પરિવાર સામે આ ષડયંત્ર છે, હું તેની નૈતિક લેતા મારી જવાબદારી સ્વિકારી રાજીનામું આપી રહ્યો છું કેમ કે આરોપ મારા વિરૂધ્ધ છે.
#बेंगलुरु में लोकायुक्त का छापा, BJP विधायक बेटे #प्रशांत के घर से 6 करोड़ रुपये जब्त, 40 लाख की रिश्वत लेने का आरोप।#BJP #Karnataka #KarnatakaElection2023 #KarnatakaPolice #Bengaluru #LokayuktaTeamRaids #BJPMLAsonArrestedforTakingBribe pic.twitter.com/pe2f9Ab4z7
— Rizwan Ali (@RizwanA85855127) March 3, 2023
આ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી
#बेंगलुरु में लोकायुक्त का छापा, BJP विधायक बेटे #प्रशांत के घर से 6 करोड़ रुपये जब्त, 40 लाख की रिश्वत लेने का आरोप।#BJP #Karnataka #KarnatakaElection2023 #KarnatakaPolice #Bengaluru #LokayuktaTeamRaids #BJPMLAsonArrestedforTakingBribe pic.twitter.com/pe2f9Ab4z7
— Rizwan Ali (@RizwanA85855127) March 3, 2023ભાજપના ધારાસભ્યનો પુત્ર લાંચ લેતા ઝડપાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. કેમ કે રાજ્યમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે આ ઘટના મોટા રાજકીય ફટકા સમાન છે.