કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને ક્યારે આવશે પરિણામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-29 13:50:14

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ 2023માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર કરી દીધી છે જે મુજબ 10 મેના રોજ મતદાન યોજાશે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 224 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. 

     

224 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પોલિટિકલ દ્રષ્ટિએ આ વર્ષને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાણકારી આપી હતી. 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે. 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે.


આ વખતે કોની બનશે સરકાર?  

મહત્વનું છે કે કર્ણાટકમાં ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. 2018ના પરિણામની વાત કરીએ તો ભાજપને 104 સીટો મળી હતી, કોંગ્રેસને 80 સીટો મળી હતી જ્યારે જેડીએસને 37 બેઠકો મળી હતી. બહુમતી ન હોવાને કારણે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી જેમાં સીએમ તરીકે બીએસ યેદિયુરપ્પા બન્યા હતા. પરંતુ માત્ર 6 દિવસમાં તેમણે રાજીનામું આપી દીધું હતું કારણ કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે બાદ બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.          



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..