2009માં ફિલ્મ 3 ઈડિયટ્સ આવી હતી જેણે બોલિવુડના અનેક રેકોર્ડ તોડ્યા હતા.એ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, શરમન જોશી, બોમન ઈરાની, કરીના કપુર સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે આવશે તેની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેને જોતા લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં 3 ઈડિયટ્સની સિક્વલ આવી રહી છે.
કરીના કપૂર નહીં જોવા મળે 3 ઈડિયટ્સ ફિલ્મમાં!
કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કરીના કપૂર અચંમબિત વાળું રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં આમિર, આર માધવન અને શરમન જોશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠા છે તેવો ફોટો છે અને તેમાં 3 ઈડિયટ્સ લખવામાં આવ્યું છે. આ ફોટાને લઈ કરીના કપૂર અચંબિત થઈ રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે પ્રેસ કોન્ફરન્સની ક્લીપ જે સામે આવી છે તેનું સિક્રેટ મારાથી છુપાવાવામાં આવ્યું છે. મને લાગી રહ્યું છે કે સિક્વલનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ માત્ર ખાલી આ ત્રણ જ, અને એ પણ મારા સિવાય. મને નથી લાગ્તું બમનને આ વિશે જાણકારી હશે. આ ત્રણેય સિક્વલ જરૂર લાવી રહ્યા છે.
દર્શકો ફિલ્મને લઈ જોઈ રહ્યા છે રાહ!
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા 3 ઈડિયટ્સ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ મીડિયા સાથેની વાતોમાં ફિલ્મની સિક્વલ આવી રહી છે તેવી માહિતી આપી હતી. ફિલ્મને લઈ હાલ સ્ક્રીપટિંગ ચાલી રહી છે. પરંતુ આ ફિલ્મમાં કોણ હશે ઉપરાંત સ્ટોરીને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 2009માં આવેલી ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. 55 કરોડમાં બનેલી આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મના સિક્વલને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.