દેશભરમાં હોળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, બોલિવુડ કલાકારોએ પણ આ દિવસે રંગમાં તરબોળ જોવા મળ્યા. બોલિવુડ અદાકારા કરીના કપૂર ખાને તેના બે પુત્રો તૈમુર અને જેહ અલી ખાન સાથે હોળીની મજા માણી હતી. તે જ પ્રકારે કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ તેના નિવાસ્થાને હોળીની ઉજવણી કરી હતી. બંને બહેનોએ તેમની તસવીરો સોશિયલ મિડીયા પર શેઅર કરી છે.
કરિનાએ લખ્યું કે...
હોળી સેલિબ્રેશનની તસવીરો શેઅર કરતા કરિના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેઅર કરવાની સાથે સાથે લખ્યું કે આજે સારી ઉંઘ આવશે, કરિનાએ ગ્રીન ટી શર્ટ તો જેહ અને તૈમુર રંગોથી તરબોળ હાથમાં પિચકારી સાથે જોવા મળ્યા, કરિનાએ લખ્યું પોસ્ટમાં લખ્યું કે " આ ધમાકેદાર હોળી બાદ જે શાનદાર ઉંઘ અમે લેવાના છિએ, તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છિએ. તમારા બધાના જીવનમાં પણ રંગ, પ્રેમ અને ખુશીઓનો વરસાદ થાય. હેપ્પી હોળી". રસપ્રદ બાબત એ છે કે આ હોળીની ઉજવણીમાં સૈફ અલી ખાન જોવા મળ્યા નહોતા.
કરિશ્મા કપૂરે પણ કરી ઉજવણી
હોળી પર, તૈમૂર અને જેહે ઘણા રંગો અને ગુલાલ ઉડાડ્યા હતા. તસવીરમાં બંને ભાઈઓ રંગે રંગાયેલા અને ભીંજાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે , કરિશ્મા કપૂરે પણ હોળીની ઉમંગભેર ઉજવણી કરી અને રંગ-ઉલાલ ઉડાડ્યો હતો. કરિશ્મા તેના ઘરે હોળી રમી હતી, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કપૂર પરિવારમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. રાજ કપૂર પણ તેમના મિત્રો અને કિન્નર સમુદાય સાથે આર કે સ્ટુડિયોમાં હોળી મનાવતા હતા.