કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશામાં SRP જવાને IPS અધિકારી સાથે કર્યું ગેરવર્તન, જવાનની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-07-27 20:08:30

ગુજરાતમાં દારૂ બંધીના કાયદાની ફજેતી થઈ રહી છે, સામાન્ય લોકો તો ઠીક પોલીસકર્મીઓ પણ દારૂ ઢીંચીને ફરજ બજાવતા જોવા મળે છે. ગાંધીનગરની કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશાધુતમાં SRP જવાને IPS અધિકારી સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હોવાનો મામલો સામે આવ્યો છે. કરાઈ પોલીસ એકેડમીના ગેટ પર ફરજ બજાવતા સંત્રીએ દારુના નશામાં IPS અધિકારીની ગાડી રોકી હતી. હવે સમગ્ર મામલે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. આ મામલે પોલીસે SRP જવાનની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.


SRP જવાનની અટકાયત 


મળતી માહિતી પ્રમાણે, આજે ડબોડા પોલીસ સ્ટેશનમાં SRP જવાનની વિરુદ્ધ ફરિયાદ આવ્યા બાદ પોલીસે જવાનની અટકાયત કરી દીધી છે, ફરિયાદ મુજબ, ગાંધીનગર નજીક આવેલી કરાઇ પોલીસ એકેડેમીમાં SRP જવાને દારુ પીને ધમાલ મચાવી હતી, આ SRP જવાન કરાઇ પોલીસ એકેડેમીના ગેટ નંબર 2 પર ફરજ બજાવતો હતો, આ દરમિયાન તેણે દારુ પીધો હતો અને નશાની હાલતમાં IPS સાથ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું, SRP જવાને IPS અધિકારીની ગાડી રોકીને ગેરવર્તન કર્યુ હતુ. SRP જવાનનું નામ પોલીસ કૉન્સ્ટેબલ ઉદાજી સોઢા છે, જ્યારે IPS અધિકારીનું નામ વિજયસિંહ ગુર્જર છે. આ ઘટના બાદ સમગ્ર મામલો ડભોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને SRP જવાન ઉદાજી સોઢાની પોલીસ દ્વારા અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 


અગાઉ કરાઇ પોલીસ એકેડેમીમાંથી દારુની બૉટલ પકડાઈ હતી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ તાલીમ કેન્દ્ર અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યું છે. ગત જુન મહિનામાં કરાઈ એકેડેમીમાંથી પકડાયો દારૂ પકડાતા હંગામો મચી ગયો હતો. આ મામલે એક પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ તાલીમ કેન્દ્ર કરાઇ ખાતેથી તાલીમ મેળવી રહેલા પીઆઈ પાસેથી દારૂની બૉટલ મળી આવી હતી. આ દારુની બૉટલ પીઆઇની બેરેકમાંથી આવ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારુ જેની બેરેકમાંથી મળી આવી તે તાલીમાર્થી પીઆઇનું નામ નિરંજન ચૌધરી હતું, અને તે મૂળ બનાસકાંઠાનો વતની છે. આ સમગ્ર મામલામાં ડીજીપીએ કાર્યવાહી હાથ ધરી હતી. ડભોડા પોલીસે તાલીમી પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તાલીમી પીઆઈની ધરપકડ કરી હતી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?