છેલ્લા અનેક વર્ષોથી અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ આયોજીત કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળને કારણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ વખતે કોરોના કહેર નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે ધામધૂમથી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવશે.
આતજબાજી નહીં કરવામાં આવે
કોરોના કહેર વધતા 2019થી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં ન આવતું હતું. પરંતુ આ વખતે કોરોના નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવનો પણ રંગ આ કાર્યક્રમમાં જોવા મળશે. અંતિમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર દેશના 15 વિવિધ રાજ્યોના કલાકારો પરફોર્મ કરશે. ઉપરાંત ફૂક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રાત્રીના સમયે કરવામાં આવતી આતજબાજી કરવામાં નહીં આવે. 2008માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ આયોજન પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.