અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ, કાંકરિયામાં મ્યુનિસિપલ સ્કૂલમાં આગ લગાડી, આચાર્યએ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-11-02 16:10:21

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. તેમાં પણ મોટા શહેરોમાં પણ તો લૂંટ, હત્યા અને મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં તો અસામાજીત તત્વો એટલા બેફામ બની ગયા છે કે સરકારી શાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારની AMC હસ્તકની એક સ્કૂલમાં અસામજીક તત્વોએ બળજબરીપૂર્વ ઘુસણખોરી કર્યા બાદ તેમાં ગંદકી કરી હતી. ગઈ કાલે રાત્રે સ્કૂલ નંબર ત્રણ અને ચારના એક ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વર્ષોથી બંધ હાલતમાં રહેલી આ સ્કૂલમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો છે. આ લોકોએ શાળામાં આગ લગાડી સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું, શાળાના આચાર્યએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


શાળાને આગના હવાલે કરી


અમદાવાદમાં અસમાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ હોય તે રીતે છાકટા બની રહ્યા છે. શહેરમાં ગુનાકિય પ્રવૃતિ વધી રહી છે. અમદાવાદ શહેરના કાંકરિયામાં મ્યુનિસિપલ કોર્પેરેશનની શાળામાં કેટલાક અસમાજીક તત્વોએ બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી હતી. તેમણે શાળામાં ગંદકી કરવા ઉપરાંત આગ ચાંપી શાળાની પ્રોપ્રટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4માં ઘૂસીને ગંદકી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. સ્થાનિક તત્વો શાળાને નુકસાન કરે છે જેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા શાળાના આચાર્યએ રજૂઆત કરી છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે શાળાના સિક્યુરીટી ગાર્ડને પણ હેરાન કર્યો હતો.


શાળા વર્ષ 2021થી બંધ છે


કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4 વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલતું ન હોવાથી બંધ હાલતમાં છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓને વર્ષ 2021માં શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  શાળા નંબર-4નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. શિક્ષણના ધામમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ શિક્ષકે પોલીસને વિનંતી કરી છે. શાળા પરિસરમાં આંગણવાડી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ  શાળા પરિસરમાં જ દેશી દારૂની કોથળીઓ અને દારૂની બોટલો  જોવા મળી રહી છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સત્વરે આ અંગે કાર્યવાહી કરે તેવી શિક્ષકો અને વાલીઓની માગ છે. શાળા બંધ હોવાથી સ્થાનિક અસામાજીક તત્વોએ તેને પોતાનો ગુનાકિય પ્રવૃતી માટેનો અડ્ડો બનાવી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?