સંસદમાં અવાજ બંધ કરવા રાહુલ ગાંધી પર કેસ, પાટીદાર અનામત માંગનારો મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા: કનૈયા કુમાર


  • Published By :
  • Published Date : 2023-03-31 20:39:30

કોંગ્રેસના નેતા ડો. કનૈયા કુમાર આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીની સજાથી લઈને, અદાણી, હાર્દિક પટેલ સહિતના મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દાને તેમણે ભાજપનો પ્રિ-પ્લાન ગણાવ્યો હતો.  સંસદમાં વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનો અવાજ બંધ કરી દેવા માટે આ સમગ્ર ખેલ રચવામાં આવ્યો હતો.


કેસ માનહાનિનો પણ ઈરાદો અવાજ બંધ કરવાનો


કનૈયા કુમારે કહ્યું કે રાહુલ ગાંધી સામેના માનહાનિનો ખોટો કેસ ઘડવામાં આવ્યો હતો તેનું અસલ કારણ  આ રીતે સંસદમાં તેમનો અવાજ બંધ કરાવાનો હતો. સરકારની બેઈમાનીની વાતો લોકો સુધી ન પહોંચે તે માટે આ કરવામાં આવ્યું છે. જે કંપનીની બઈમાનીને લઈ સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કરવામાં આવી રહી છે તે ચર્ચાને જ દૂર કરી દેવાય તે માટે આ પ્રકારનો માનહાનિ ના નામનો મામલો આગળ કરીને ચુકાદો લાવવામાં આવ્યો છે. આ કેસમાં સુરતની કોર્ટના જે  જજે ચુકાદો સંભળાવ્યો તેને લઈ જજના પણ તેમણે આડકતરી ટકોર કરી હતી. કનૈયા કુમારે જજ પર કટાક્ષ કર્યો કરતા કહ્યું કે સુરત કોર્ટના માનનીય જજ હરેશ વર્માજીને ચુકાદો સંભળાવ્યા બાદ પ્રમોશન મળ્યું છે. ત્યારે તેમના પ્રમોશનને લઈ હું તેમને અને તેમના પરિવારને હાર્દિક શુભકામના પાઠવું છું અને જીવનમાં આ જ રીતે આગળ વધવાની શુભેચ્છા પાઠવું છું.


હાર્દિક પટેલ પર સાધ્યું નિશાન


કનૈયા કુમારે પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે "મારો એક ખૂબ જ જૂનો દોસ્ત છે. અત્યારે જેમ અન્ય લોકો બેઠા છે તેવી રીતે એ પણ મારી સાથે બાજુમાં બેસતો હતો. મારા એ મિત્રને ભાજપવાળા દેશદ્રોહી કહેતા હતા. અનેક જુદા જુદા કેસો તેની પર કર્યા હતા. હવે મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા છે. આજે તેના પર લગાવવામાં આવેલા તમામ કેસ દૂર થઈ ગયા છે. ભાજપમાં જઈ તે ધારાસભ્ય બની ગયો છે. જો બરોબર આ જ રીતે તે સેટ થઈ જશે તો મને લાગે છે તે આગામી દિવસોમાં મંત્રી અથવા મુખ્યમંત્રી પણ બની જશે. પાનની દુકાન ઉપર ભાજપના કાર્યકર્તાઓ જેને દેશદ્રોહી બતાવી રહ્યા હતા, પાટીદારો માટે અનામત  માંગવાને લઈ તેને જાતિવાદી કહેવામાં આવતો હતો, ટુકડે ટુકડે ગેંગનો સભ્ય કહેવામાં આવતો હતો. તે બધું જ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું, માફ થઈ ગયું."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?