કન્હૈયા કુમારને કોંગ્રેસમાં મળી મોટી જવાબદારી, NSUIના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા, 2021માં પાર્ટીમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2023-07-06 20:18:30

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)એ JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના વિદ્યાર્થી પાંખના પ્રભારી જાહેર કર્યા છે. અગાઉ આ જવાબદારી રુચિ ગુપ્તા સંભાળી રહી હતી. તેમણે લગભગ અઢી વર્ષ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું હતું.


કનૈયાને મળી મોટી જવાબદારી


ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમને દિલ્હી અથવા બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીએ તેમને પોતાની વિદ્યાર્થી પાંખના અધ્યક્ષ બનાવ્યા છે. તેમને વિદ્યાર્થી નેતા તરીકે કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. કન્હૈયાને ઉત્તમ વક્તા માનવામાં આવે છે. જેએનયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેમની જીતનું કારણ પણ તેમનું ભાષણ માનવામાં આવે છે. રાજદ્રોહના આરોપનો સામનો કરનારા કન્હૈયા કુમાર ચૂંટણી પણ લડી ચુક્યા છે.


2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા


કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું કે, "કોંગ્રેસ પ્રમુખે માનનીય કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી NSUIના પ્રભારી તરીકે જાહેર કર્યા છે." કન્હૈયા કુમાર વર્ષ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જેએનયુમાં આપેલા ભાષણને કારણે તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?