અમૃતસરમાં થયેલા હુમલાને લઇને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કહી વાત, જાણો શું લખ્યું આ વખતે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-25 17:07:11

સોશિયલ  મીડિયા પર એક્ટિવ રહેતી તેમજ હંમેશા વિવાદોમાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પંજાબમાં ચાલી રહેલી હિંસાને લઈ ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર કંગનાએ પંજાબની પરિસ્થિતિને લઈને પોસ્ટ મૂકી છે જેમાં તેમણે કહ્યું કે પંજાબમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મેં બે વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં જે કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.

    

આની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી - કંગના  

કંગનાએ લખ્યું કે પંજાબમાં આજે થઈ રહ્યું છે તેની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે. તે ઉપરાંત કંગનાએ અમૃતપાલ સિંહના ચેલેન્જનો સ્વીકાર કરતા હોય તેવી પણ ટ્વિટ મૂકી હતી.


કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 

અજનાલા થાનામાં 23 ફેબ્રુઆરીના રોજ તલવાર તેમજ બંદૂક લઈને ખાલિસ્તાન સર્મથકોએ હુમલો કર્યો હતો. અમૃતસરના અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં વારિસ પંજાબ દે નામના સંગઠનના અધ્યક્ષ અમૃતપાલ સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ જ પોતાના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં હુમલો કર્યો હતો. પંજાબમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ સ્થિતિ પર કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. 

The Farmers' Movement and

ખેડૂત આંદોલન વિશે કંગનાએ કરી હતી ટિપ્પણી  

કંગના રનૌતે બે વર્ષ પહેલા દિલ્હી બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલનને લઈ ટિપ્પણી કરી હતી. એક મહિલા પર ટિપ્પણી કરતા કહ્યું કે પૈસા લઈને વૃદ્ધ મહિલા ધરણામાં સામેલ થાય છે. તે ઉપરાંત વિરોધ કરી રેહલા ખેડૂતોને કંગનાએ ખાલિસ્તાની ગણાવ્યા હતા. પંજાબમાં એન્ટ્રી કરતી વખતે ખેડૂતોએ કંગનાને ઘેરી લીધી હતી. કંગનાની ગાડી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો    






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?