સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ડમીકાંડ બાદ બહાર આવેલ તોડકાંડમાં ભાવનગર પોલીસે આજે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને ભાવનગર સેસન્સ કોર્ટમાં રજુ કર્યા કર્યા હતા. કાનભા ગોહિલ પાસેથી રૂ. 38 લાખ રિકવર કર્યા બાદ ભાવનગર પોલીસે તેમને ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ હાજર કરીને કોર્ટ પાસે તેમના પાસે રીમાન્ડ માગ્યા હતા.
કાનભા ગોહિલના રિમાન્ડ મંજૂર
પ્રાપ્ત વિગતો મુજબ તોડકાંડ મામલે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી રુપિયા 38 લાખ કબજે કર્યા હતા. જો કે કાનભા ગોહિલની વધુ પૂછપરછ માટે પોલીસે ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ કાનભાના રિમાન્ડ માગતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કાનભા ગોહિલ હવે 29 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.
1 કરોડમાંથી 38 લાખ રિકવર
ભાવનગર તોડકાંડમાં 1 કરોડ ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 શખ્સો સામે એક કરોડની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે એસઆઇટીની ટીમ દ્વારા યુવરાજસિંહ જાડેજાની સાથે અન્ય શખ્સોની થયેલી અટકાયતમાં યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલના હસ્તે એક કરોડ પૈકી 38 લાખ જેવી રકમ પોલીસે જપ્ત કરી છે. પોલીસે 38 લાખ રૂપિયા પંચોની હાજરીમાં જપ્ત કર્યા છે જેના પુરાવા પણ પોલીસે જાહેર કર્યા હતાં.