દેહગામ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટના મળતા નારાજ કામિનીબા રાઠોડે અંતે કોંગ્રેસ સાથે છેડા ફાડી કેસરીયો ધારણ કરશે. આજે ભાજપની પત્રકાર પરિષદમાં કામિનીબા જોડાઈ શકે છે .
કોંગ્રેસના તામામ પદથી રાજીનામું આપ્યું !
કામિનીબા રાઠોડે ગત રોજ જ કોંગ્રેસના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યો હોવાનો પત્ર પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરને લખ્યો હતો. આ પત્રની નકલ તેમણે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ મોકલી આપ્યો હતો. કામિનીબા રાઠોડને કોંગ્રેસે દહેગામ બેઠક પરથી ટિકિટ ના આપતાં તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
ભાજપમાં જોડાશે પણ ચુંટણી લડવા મળશે ?
કામિનીબા રાઠોડ ની ઈચ્છા હતી કે દહેગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને વિધાનસભા સુધી પહોંચવું. ટિકિટ મેળવવા માટે તેમણે છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી પ્રયાસ ચાલુ કર્યા હતા. તેમ છતાં અંતે કોંગ્રેસે તેમને ટિકિટ ના આપતાં હવે તેઓ પક્ષ છોડી રહ્યા છે.