કોણ છે કમલા સોહોની, જેમની 112મી જન્મજયંતિ Google ઉજવી રહ્યું છે?


  • Published By :
  • Published Date : 2023-06-18 11:46:00

દેશના મહાન બાયોકેમિસ્ટ ડો. કમલા સોહોનીનો આજે 112મો જન્મ દિવસ હોવાથી ગુગલે તેમને યાદ કરી ગુગલ ડુડલના માધ્યમથી તેની ઉજવણી કરી રહ્યું છે. કમલા સોહોનીનો જન્મ આજના દિવસે એટલે કે વર્ષ 18 જૂન 1911ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ બાયોકેમિસ્ટમાં પીએચડી પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા હતા. તેમણે આ સિધ્ધી ત્યારે પ્રાપ્ત કરી જ્યારે ભારતીય મહિલાઓને વૈજ્ઞાનિક વિષયોમાં મહત્વપૂર્ણ રીતે ઓછું પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું.



કમલા સોહોનીને સમર્પિત ડૂડલ


વૈજ્ઞાનિક કમલા સોહોની ભારતની પ્રથમ મહિલા હતી જેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર (IISc) માં પ્રવેશ મેળવ્યો હતો, જે દેશની શ્રેષ્ઠ સંસ્થા ગણાય છે. ભારતીય વિજ્ઞાનમાં તેમના નોંધપાત્ર કાર્ય અને સિદ્ધિઓની ઉજવણી કરતા ગૂગલે લખ્યું, આજનું ડૂડલ ભારતીય બાયોકેમિસ્ટ કમલા સોહોનીના જન્મદિવસની ઉજવણી કરે છે. જેમણે મહિલાઓ માટે STEM માં ડિગ્રી મેળવવાનો માર્ગ મોકળો કર્યો.


પ્રારંભિક શિક્ષણ


ડૉ. કમલા સોહોનીનો જન્મ આ દિવસે 1911માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના માતા-પિતા બંને કેમિસ્ટ હતા. તેમના પિતા અને કાકાના પગલે ચાલતા, તેમણે બોમ્બે યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1933માં સ્નાતક થયા, તેઓ તેમના વર્ગના ટોપર હતા.


વિદેશમાં અભ્યાસ અને પીએચ.ડી.


ડૉ. સોહોનીએ 1937 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન શિષ્યવૃત્તિ મેળવી. તેમણે સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે એન્ઝાઈમ સાયટોક્રોમ સી, તમામ છોડની કોશિકાઓમાં હોય છે. માત્ર 14 મહિનામાં તેમણે આ વિષય પર પોતાનો થીસીસ પૂર્ણ કર્યો અને પીએચ.ડી. કર્યું. જ્યારે ડૉ. કમલા સોહોનીએ તેમની પીએચડી પ્રાપ્ત કરી ત્યારે ભારતમાં વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓનું બહુ ઓછું પ્રતિનિધિત્વ હતું. પરંતુ ડો.કમલા સોહોનીએ આ સિદ્ધિ મેળવીને ઈતિહાસ રચ્યો હતો.


સ્વાસ્થ્યપ્રદ નીરાના વિકાસમાં સિંહફાળો


ભારત પરત ફર્યા બાદ ડો. સોહોનીએ વિશિષ્ટ ખોરાકના ફાયદાઓ પર તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો અને નીરા નામના પામ અમૃતમાંથી બનાવેલ આરોગ્યપ્રદ આહાર પૂરકના વિકાસમાં ફાળો આપ્યો. આ પૌષ્ટિક પીણું વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે કુપોષિત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે ઉત્તમ સાબિત થયું છે. નીરા પરના તેમના કાર્ય માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે