કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત મુલાકાતે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2 હજાર કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી જે કામગીરી કરવામાં આવનાર છે તેનું નિરીક્ષણ કર્યું હતું.
શું નવું હશે આ નવા રેલ્વે સ્ટેશનમાં?
ગાર્ડન, મૉલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજી સાથે રેલવે સ્ટેશન ઉભું કરવામાં આવશે મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે તેવી તેના માટે વિશાળ એન્ટ્રી અને એક્ઝીટના દરવાજા બનાવશે. 1966થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર થાય છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા જળવાઈ રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે.
રેલ્વે સ્ટેશનનો નવો લુક
કાલુપુર રેલ્વે સ્ટેશને નવો લુક આપવા માં આવશે જે ડિઝાઈન ખુબજ આકર્ષક દેખાય છે. આ લુકની ડિઝાઈન હડસન હાઈલાઈન પાર્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર સાથે સાથે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનને પણ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. અમદાવાદનું કાલુપુર સાથે સાબરમતી રેલ્વે સ્ટેશન પણ એક આકર્ષણનું કેન્દ્ર બનશે.