માતા મહાકાળીને પ્રસન્ન કરવાનો દિવસ એટલે કાળી ચૌદશ, તેમની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-30 16:23:25

આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કંકાસ કાઢતા હોય છે.. એવું પણ માનવામાં  આવે છે કે આજનો દિવસ તાંત્રિક વિદ્યા સાથે સંકળાયેલા લોકો માટે મહત્વનો હોય છે.. સ્મશાનમાં પણ અનેક લોકો સાધના આજના દિવસે કરતા હોય છે.... આવું કરવાથી તેમને સિદ્ધિઓ હાંસલ થાય છે.. 

માઁ મહાકાળી પાવાગઢ શક્તિપીઠ - ????#_जय_श्री_महाकाली_माँ ???????? | Facebook


નરક ચતુર્દશી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે.. 

દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ મહાશક્તિઓની આરાધના થાય છે.. મહા લક્ષ્મી, મહા કાળી અને મહા સરસ્વતી.. દિવાળીના દિવસે માતા સરસ્વતીની જ્યારે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આરાધના થાય છે... માતા મહાકાળીની આરાધના કાળી ચૌદાશના દિવસે કરવામાં આવે છે... માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા.. જેને કારણે કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે... બીજી એક કથા એવી પણ જે મુજબ આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે, 



દુષ્ટ શક્તિઓનો થાય છે નાશ

કાળી ચૌદશના દિવસે ના માત્ર મહાકાળીની પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. મહાકાલી દેવીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.  માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ કોઈ ભક્ત હનુમાનજીની, ભૈરવદાદાની પણ પૂજા કરવામાં આવે છે.... એવું માનવામાં આવે છે આજના દિવસે પૂજા કરવાથી અકાળે મૃત્યુ આવતી નથી..



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?