પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું તાજેતરમાં જ 100 વર્ષની વયે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીનાં માતા હીરાબાનાં નિધનથી દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે ગાંધીનગરના રાયસણ આવીને પીએમ મોદીનાં માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્તુતિ ગાઈને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વીડિઓ તેમણે ટ્વિટ પણ કર્યો છે.
परम पिता परमेश्वर की दया दृष्टि,गुरु महाराज की कृपा से हमारे आदर्श पीएम @narendramodi जी के परिवार संग माँ को स्तुति वन्दन करने का सौभाग्य प्राप्त हुआ.माँ हीरा बा तो पंच तत्व विलीन होकर भी संस्कार स्वरूपिणी भागीरथी बन सब परिवार जनों में स्थापित हो गईं.आज के प्रारब्ध को नमन.हरि ॐ pic.twitter.com/jd1gTYoj5j
— Kailash Kher (@Kailashkher) January 6, 2023
હીરાબાને કૈલાશ ખેરની શ્રદ્ધાંજલિ
परम पिता परमेश्वर की दया दृष्टि,गुरु महाराज की कृपा से हमारे आदर्श पीएम @narendramodi जी के परिवार संग माँ को स्तुति वन्दन करने का सौभाग्य प्राप्त हुआ.माँ हीरा बा तो पंच तत्व विलीन होकर भी संस्कार स्वरूपिणी भागीरथी बन सब परिवार जनों में स्थापित हो गईं.आज के प्रारब्ध को नमन.हरि ॐ pic.twitter.com/jd1gTYoj5j
— Kailash Kher (@Kailashkher) January 6, 2023હીરાબાના અવસાનથી પીએમ મોદીના પરિવાર જનો શોકમગ્ન બન્યા છે. વડાપ્રધાન મોદીના વતન વડનગર અને ગાંધીનગર સહિત દેશી-વિદેશમાં લોકો શોકાતુર બન્યા છે. ત્યારે બોલિવુડના જાણિતા સિંગર કૈલાશ ખેરે ગાંધીનગર રાયસણ સ્થિત હીરાબાના સૌથી નાનાપુત્રના ઘરે પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાનની વિવિધ સ્તુતિઓનું ગાન કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોદી પરિવારના તમામ સભ્યો જોડાયા
હીરાબાના રાયસણ ખાતેના નિવાસ સ્થાને તેમના પરિવારની હાજરીમાં જ આગવા અંદાજમાં જ સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. કૈલાશ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પરમ પિતા પરમેશ્વરની દયા દૃષ્ટિ, ગુરુમહારાજની કૃપાથી આપણા પીએમ મોદીના પરિવાર સાથે મા હીરાબાને સ્તુતિ વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્ત્વમાં વિલીન થઈને પણ સંસ્કાર સ્વરૂપિણી ભગીરથી બનીને પરિવારજનોમાં સ્થાપિત થઈ ગયાં. આજના પ્રારબ્ધને નમન.