સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતી હોય છે. શાબ્દિક પ્રહાર કરવામા આવતા હોય છે. એક બીજાની નીતિની ખામીઓ, પોતાની સરકાર દ્વારા કરવામાં આવતા કામો ગણાવવામાં આવતા હોય છે. પરંતુ હવે સંસદ પણ સરકાર માટે પોતાની વાહવાહી કરવાનું સાધન બની ગયું હોય તેવું લાગે છે. સંસદમાં વિપક્ષી પાર્ટીઓ પર સત્તાપક્ષ શાબ્દિક પ્રહાર કરે તો વિપક્ષ સરકારની નીતિઓમાં ખામી શોધે.
અમિત શાહ બોલતા રહ્યા પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા મૌન રહ્યા!
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ યુપીએના સમયે જે કૌભાંડો થયા તે ગણાવી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયા શાંત બેઠેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સંસદનો છે. એક તરફ અમિત શાહ કૌભાંડોના નામ બોલી રહ્યા હતા, તેમની પાછળ બેઠેલા સાંસદો પણ યુપીએનું નામ જાણે માળા જપતા હોય તેવી રીતે બોલી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકદમ શાંત અને નિરસ જોવા મળ્યા હતા.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે જ્યોતિરાદિત્ય સિંધિયા
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે હાથ છોડી કમળમાં આવ્યા હતા, મતલબ કે કોંગ્રેસ પાર્ટી છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે લોકોએ એન્ગલથી પણ વિચારી રહ્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે એટલા માટે તેઓ અમિત શાહના ભાષણ વખતે કંઈ બોલતા નથી દેખાઈ રહ્યા. આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જ્યોતિરાદિત્ય સિંધિયા બોલ્યા હતા.
#WATCH | Union Minister Jyotiraditya M. Scindia says, "Yesterday Rahul Gandhi said that for PM Manipur is not part of India. I want to tell you that the PM has connected the Northeast with the world... The ideology of seeing India divided is yours, not ours..." pic.twitter.com/Us0bNLuaiY
— ANI (@ANI) August 10, 2023