'અમે ભારતને ઉશ્કેરવા નથી માગતા..' મોદી સરકારના આકરા વલણ બાદ કેનેડાના PM ટ્રુડો નરમ પડ્યા, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-19 22:07:57

ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં કેનેડાના આરોપો બાદ ભારતની પ્રતિક્રિયા જોઈને જસ્ટિન ટ્રુડો ચોંકી ગયા છે. આ કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ હવે નરમ વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે તે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ તે નિજ્જરની હત્યા પર જવાબ માંગે છે. હરદીપ સિંહ નિજ્જર એક ખાલિસ્તાની આતંકવાદી હતો જેને 18 જૂનના રોજ વાનકુવર શહેરમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં શીખોની વસ્તી છે. હવે જસ્ટિન ટ્રુડોએ સંસદમાં દાવો કર્યો છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ તેને આ અંગે નક્કર માહિતી આપી છે. જોકે, ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા છે.


ટ્રુડોએ ભારત પ્રત્યે નરમ વલણ દર્શાવ્યું  


કેનેડાની સંસદમાં ઝેર ઓક્યા બાદ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડામાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ખૂબ જ ગંભીર છે. કેનેડામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનું સૂચવીને અમે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા નથી. કેનેડા ઈચ્છે છે કે ભારત આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલે. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે આમ કરીને તેને ઉશ્કેરવાનો કે તેને વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા.


જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં શું કહ્યું?


જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે "કેનેડિયન એજન્સીઓએ નક્કર તપાસ બાદ જણાવ્યું છે કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે મેં જી-20 સમિટ દરમિયાન પણ પીએમ મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો." ટ્રુડોએ વધુમાં કહ્યું કે "આપણા દેશની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા અને આપણા સાર્વભૌમત્વના ઉલ્લંઘન પાછળ વિદેશી સરકારનો હાથ હોય તે અસ્વીકાર્ય છે. આ મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે કે જેના હેઠળ લોકશાહી, મુક્ત અને ખુલ્લા સમાજો કામ કરે છે. બાદમાં કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ જણાવ્યું કે આ કેસની તપાસના કારણે ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢવામાં આવ્યા છે."


ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત-કેનેડા સંબંધો બગડ્યા  


ભારત-કેનેડા સંબંધો વણસ્યા તે અંગે નિષ્ણાતો એવું પણ માને છે કે જસ્ટિન ટ્રુડો વડા પ્રધાન બન્યા પછી ભારત-કેનેડા સંબંધો ખરાબ થયા છે. વિદેશી બાબતોના નિષ્ણાત રોબિન્દર સચદેવાએ જણાવ્યું હતું કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાન મુદ્દે પોતાનું વલણ બદલી નાખે તેવી શક્યતા નથી. એવું લાગે છે કે ભારત-કેનેડા સંબંધો પાછળ રહી જશે. તેમણે વધુમાં કહ્યું કે કેનેડાની સરકારે ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે કારણ કે ભારતે કેનેડાને ખાલિસ્તાન મુદ્દાના ઉકેલ માટે સંદેશ આપ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?