ભારત આઝાદ થયું એ પહેલાથીજ આપણા સમાજમાં સરકારી નોકરીઓનું મહત્વ ખુબજ રહેલું છે . અને ભારતની આઝાદીમાં જે મોટા નેતાઓ થયા તે પણ કયાંકને ક્યાંક ભારત સરકારની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પાસ કરેલા હતા અથવા સરકારમાં તેઓ ક્યાંકને ક્યાંક પદ પર હતા . આમ આપ ઉદાહરણ તરીકે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લઈ શકો છો.
સોશિયલ મીડિયા પર શરૂ થયો આ ટ્રેન્ડ!
ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર એનો વહીવટ વિવિધ મંત્રાલયોની મદદથી થાય છે . બાબાસાહેબ આંબેડકરે એક વાર કીધું હતું કે , બંધારણ ગમે તેટલું સારું બનાવવામાં આવે , તેનો અમલ કરનારા ખરાબ હોય તો વહીવટ ખરાબ થઈ જાય છે . એટલે છેલ્લે વસ્તુઓ તો વહીવટ કરનારાની વિચારધારા પર જ નિર્ભર હોય છે . હવે આવી જ વાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે બની છે . આજે થયું છે એવું કે , પ્લેટફોર્મ X એટલેકે ટ્વિટર પર #JUSTICEFORGPSCASPIRANTS નામનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે . અને GPSC aspirants તેમની વ્યથા પ્લેટફરોમ X પર ઠાલવી રહ્યા છે .
શું છે જીપીએસસી એસ્પીરેન્ટના પ્રશ્નો?
વાત આખી એમ છે કે , એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે . એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ ગણાતું GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમિશન બની ગયું છે . GPSC aspirantsના પ્રશ્નો આ મુજબ છે જેમ કે , મુખ્ય પરીક્ષા એટલે કે MAINS પરીક્ષા પેપરમાં ચેડાં , કેટલીક ભરતીઓમાં ગેરરીતિ પણ થઈ છે , કેટલીક ભારતીયોના પરિણામો પણ અટકેલા છે . હવે વિદ્યાર્થીઓએ અવારનવાર ન્યાય મેળવવા હાઈકૉર્ટમાં જવું પડે છે , જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે .
જ્યાં સુધી દિનેશ દાસા સર હતા ત્યાં સુધી બરાબર હતું...
ગુજરાત સરકારે તત્કાલીન ધોરણે આ સંસ્થા પર ધ્યાન આપવું જોઈએ , અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને વાચા પણ આપવી જોઈએ . તદુપરાંત GPSCના ચેરમેન પદે કાર્યક્ષમ અને કાયમી વ્યક્તિની નિમણુંક થવી જોઈએ નહિ કે કામચલાઉ વ્યક્તિ . GPSC ના ચેરમેન DINESH DASA હતા ત્યાં સુધી બધું જ બરાબર ચાલતું હતું , ત્યારબાદ બધુ જ અવ્યવસ્થિત રીતે પાટા પરથી ઉતરી ગયું હોય તેવું લાગે છે , સરકારનો કોઈ પણ વિભાગ કે મંત્રાલય એક જ વ્યક્તિના વ્યક્તિત્વનો મોહતાજ ના હોવો જોયીએ . હાલમાં GPSC એસ્પિરેટસમાં એક વાત ચાલી રહી છે કે , કોઈની જિંદગી બગાડવી હોય તો ... એક માત્ર ઉપાય છે ... એને gpscના રવાડે ચઢાવી દેવો . આ હકીકત છે , સાચા મહેનતુ ઉમેદવારોના હાલ GPSC એ બેહાલ કરી નાખ્યા છે .