30 લાખની કિંમતનું માત્ર એક ટીવી, 50 વિદેશી કૂતરા, થાર સહિત 10 લક્ઝરી કાર! જાણો ક્યાંની છે આ ઘટના અને કોણ છે અધિકારી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-12 15:30:23

કોઈ માણસનો પગાર 10 હજાર હોય અને તે દર મહિને 50 હજારનો ખર્ચો કરે તો તો આપણે એને કટાક્ષમાં કહેતા હોઈએ છીએ કે ભાઈ જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવાય. આજે એક એવી ઘટનાની વાત કરવી છે જેમાં મહિલાનો પગાર 30 હજાર હતો અને ઘરમાં એશોઆરામની દરેક ચીજ વસ્તુઓ હતી જેની કિંમત લાખોમાં છે.  

bhopal engineering lokayukta raid

જેમની સામે ફરિયાદ કરવામાં આવી તે છે હેમા મીણા! 

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક કિસ્સો સામે આવ્યો. લોકાયુક્ત કચેરીને એક સરકારી કર્મચારીની કરોડોની સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. જેમનો પગાર મહિને માત્ર 30 હજાર રૂપિયા હતો. ફરિયાદ મળતાં જ તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન જે વસ્તુઓ સામે આવી એ બધાને ચોંકાવી દે એવી છે. જેમની સામે ફરિયાદ થઈ તેમનું નામ હેમા મીણા છે અને હાઉસિંગ કોર્પોરેશનના ઈન્ચાર્જ  આસિસ્ટન ઈજનેર છે. તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. જ્યારે તપાસ કરવામાં આવી તે ફરિયાદ સાચી નીકળી હતી.  હેમા કોન્ટ્રાક્ટ કર્મચારી છે. ગુરુવાર, 11 મેની વહેલી સવારે, લોકાયુક્તની એક ટીમે ભોપાલ, રાયસેન અને વિદિશામાં તેમના સ્થાનો પર દરોડા પાડ્યા હતા. થોડા જ કલાકોમાં એન્જિનિયર હેમા મીનાની લગભગ સાત કરોડની મિલકત મળી આવી હતી.


30 લાખનું તો માત્ર ટીવી હતું!

હેમા વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ લોકાયુક્તની ટીમે બિલખીરિયા ખાતેના તેમના નિવાસસ્થાન સહિત ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં દરોડામાં અંદાજે 5 થી 7 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી છે. 30 લાખની કિંમતનું તો માત્ર ટીવી જ છે. તે સિવાય ઘરમાં અનેક કુતરાઓ, ફાર્મ હાઉસમાં 60 થી 70 ગાયો સહિત અનેક વસ્તુઓ મળી આવી હતી.  અધિકારીઓનું કહેવું છે કે હજુ દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ નથી.  


તપાસ પૂર્ણ થયા બાદ ખબર પડશે કુલ કેટલી સંપત્તિ મળી!

જો હેમા મીનાની વાત કરવામાં આવે તો તે મૂળભૂત રીતે રાયસેન જિલ્લાના છપના ગામના રહેવાસી છે. વર્ષ 2016 માં, હેમા મીનાની પોસ્ટિંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં થઈ હતી. તે પહેલા તે કોચીમાં પોસ્ટેડ હતી. લોકાયુક્ત ટીમે 2011થી તેમની આવકને તપાસ હેઠળ લીધી છે. આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરેથી લોકાયુક્તની ટીમને એટલા બધા દસ્તાવેજો મળ્યા કે આખા દિવસ તપાસ કર્યા બાદ પણ પોલીસની તપાસ પૂર્ણ થઈ ન હતી. તપાસ બાદ મીના વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


પિતાના નામ પર ખરીદી પ્રોપર્ટી!

આ કેસની તપાસ કરી રહેલી ટીમને તપાસ દરમિયાન ખબર પડી કે હેમા મીણાએ પોતાના પિતાના નામ પર પ્રોપર્ટી ખરીદી છે. તે ઉપરાંત એક કરોડનું ઘર બનાવ્યું હતું. તે સિવાય ભોપલ, રાયસેન સહિત અનેક જગ્યાઓ પર જમીન ખરીદી હતી. ત્યારે જ્યારે તપાસ પતશે ત્યારે ખબર પડશે કે તેમની પાસે કુલ કેટલી સંપત્તિ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?