આતુરતાનો આવ્યો અંત! આજે રાજ્યના 9.53 લાખ જેટલા ઉમેદવારો આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, તંત્ર એલર્ટ મોડ પર


  • Published By :
  • Published Date : 2023-04-09 11:13:28

રાજ્યના લાખો ઉમેદવારો જે ઘડીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. આજે સમગ્ર રાજ્યના 32 જિલ્લામાં બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે. આજે રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે બપોરે સાડા બાર વાગ્યે યોજાશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે. તમામ પરીક્ષા કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સુસજ્જ બનાવવામાં આવ્યા છે. તમામ પરીક્ષાર્થીઓ પર બૉડી-વોર્ન કેમેરાથી નજર રખાશે. 


તંત્ર એલર્ટ મોડ પર


જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના માઠા અનુભવોમાંથી શીખ લઈને આ વખતે વહીવટી તંત્રએ ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રની જિલ્લા ફેરબદલી કરી નાખી છે. ઉમેદવારો પાન, ઓળખકાર્ડ, કોલ લેટર સિવાય કોઈ પણ વસ્તુ વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. સાથે જ નિરીક્ષક પણ કેન્દ્ર ખાતે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. ઉમેદવારોએ બુટ-ચંપલ પણ વર્ગ ખંડની બહાર કાઢવા પડશે. સરકારે પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા મુસાફરી ભથ્થું આપ્યું છે.


પરીક્ષાર્થીઓ માટે 6 હજાર  ST બસ


જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે ST વિભાગે હજાર એક્સ્ટ્રા બસની  વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત રેલવે દ્વારા પણ ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ ગત રાતે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે રવાના થયા હતા.વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 


ડમી ઉમેદવાર ચેતી જજો


જુનિયર ક્લાર્કની પરીક્ષાના દરેક કેન્દ્ર પર ઉમેદવારો પર બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરવામાં આવશે, કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે ગેટ પર જ પકડાઈ જશે. ડમી ઉમેદવાર સામે નવા કાયદા મુજબ પગલા લેવાશે. સાથે વર્ગ ખંડથી લઈને પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. રાજ્યમાં 500થી વધુ ફ્લાઈંગ સ્કોવોર્ડ તૈનાત રહેશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?