જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે 29 જાન્યુએ લેવાશે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-21 16:33:24

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 8 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા હવે 29 જાન્યુઆરી 2023ના દિવસે યોજાશે. આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક-યુવતીઓ માટે ચોક્કસપણે આ મહત્વના સમાચાર છે.


હવે 29 જાન્યુઆરીએ પરીક્ષા યોજાશે  


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 08 જાન્યુઆરી 2023ના રોજ યોજાવાની હતી. આ જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. 


આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી માગ


આપના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આવેદનપત્ર આપી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ બદલવાની માંગ કરી હતી. યુવરાજસિંહ જાડેજાએ આવેદનમાં જણાવ્યું હતું કે જુનિયર ક્લાર્કની 8 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની છે, 29 જાન્યુઆરીએ તલાટીની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 8 અને 29 જાન્યુઆરીએ GPSCની પરીક્ષા પણ યોજાવાની છે. એક જ દિવસે પરીક્ષા હોવાથી ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી પરીક્ષાની તારીખ તાત્કાલિક બદલવામાં આવે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...