રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હજારો ઉમેદવારો રઝળી પડ્યા હતા. આંખોમાં સપના સાથે પરીક્ષા આવેલા ઉમેદવારોની પરીક્ષા રદ્દ થતા આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ઉમેદવારોએ ઠેર ઠેર ચક્કાજામ કર્યા હતા. ઉમેદવારોના રોષને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિનામુલ્યે એસ.ટીમા મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારની જાહેરાત છતાં ભાડૂ વસૂલ્યું
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજાનાર પરીક્ષા મોકૂફ રખાતા ઉમેદવારોની હાલાકી વધી ગઈ હતી. આ પરીક્ષાર્થીઓ જ્યારે તેમના ગામ અને શહેર પરત ફરવા માટે બસ સ્ટેશને પહોંચ્યા ત્યારે એસટી તંત્રના બસ કંન્ડક્ટરોએ તેમની પાસેથી ભાડું વસૂલ્યું હતું. આ ઉમેદવારોએ સરકારના નિર્ણયની જાણ કરી તો એસટી વિભાગે કહ્યું કે અમને સરકારનો કોઈ પરીપત્ર મળ્યો નથી. તેથી જે તે સ્થળે પહોંચવા માટે ભાડુ તો ઉમેદવારોએ ભાડૂં તો આપવું જ પડશે. ભાડા મુદ્દે પણ ઉમેદવારો અને એસ ટી કર્મચારીઓ વચ્ચે તકરાર થઈ હતી.