જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ABVPએ સરકારને આપી આ ગર્ભિત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-01-29 19:35:44

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સમગ્ર રાજ્યમાં સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. પરીક્ષાર્થીઓની સાથે-સાથે વિવિધ રાજકીય પક્ષો પણ સરકાર સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. જો કે હવે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં આવી છે. ABVPએ સરકારને 24 કલાકમાં જ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાની અને 20 દિવસમાં જ પરીક્ષા યોજવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર 24 કલાકમાં નવી તારીખ જાહેર નહીં કરો તો રસ્તા પર ઉતરીને સરકાર વિરોધી જબરદસ્ત દેખોવો કરીશું  તેવી ગર્ભીત ચીમકી ઉચ્ચારી છે. 


ABVPના પ્રદેશ મંત્રીએ શું કહ્યું?


પેપર લીક કાંડ બાદ ABVPના નેતાએ એક્શનમાં આવ્યા હતા, ABVPના પ્રદેશ મંત્રી તરીકે યુતીબેન ગજરે જણાવ્યું કે, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મંડળના તંત્રની રચના પર ફરી વિચાર થવો જોઈએ. અને તેમા પ્રદેશના ઉચ્ચ શિક્ષાવિદો અને પ્રમુખ અનુભવી લોકો‌ને સમિતિમાં સ્થાન આપવું જોઈએ. સરકાર રાજ્ય બહારની પ્રાઈવેટ એજન્સીઓને કામ આપે છે, જેના કારણે મંડળની ગુપ્તતા પર પણ પશ્ન ઉભા થાય છે. આ રીતે વારંવાર પેપરલીક થવાની ઘટના વિધાર્થી પરિષદ સહેજ  પણ સાંખી લેવામાં આવશે નહીં. આજે  ABVP દ્વારા તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. 


ABVPના કાર્યકરોના ગાંધીનગરમાં ધરણા


જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ જાહેર કરાઈ હતી. જો કે આ મુદ્દે ABVPના કાર્યકરોમાં રોષ વ્યાપી નીકળ્યો છે. ABVPના કાર્યકરો ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા. ABVPએ 7 માંગણીઓ સાથે સરકારને આપવા આવેદનપત્ર પત્ર તૈયાર કર્યું હતું. જો કે કર્મયોગી ભવનના ગેટ નંબર 1 પર ABVPના કાર્યકરોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. 


ABVPએ શું માગ કરી?


1- 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે. 

2-20 દિવસની અંદર અંદર આ પરીક્ષા લેવામા‌ આવે.

3-. પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા, નિવાસ, ભોજનની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે.

4- આ પેપર લીક કૌભાંડ પર SITની રચના કરવામાં આવે.

5- આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે.

6- સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ, શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી નિમણૂક થવી જોઈએ.

7-આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?